દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે શનિવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આગ લાગી હતી. આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મૃત્યુ થયા હતા અને ૬ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ફેક્ટરીમાં આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં હાજર કેટલાક લોકોને બચાવી લીધા હતા. ટીમે બધાને નરેલાની SHRC હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
ફાયર બ્રિગેડ કર્મચારીઓ જણાવ્યુ હતું કે નરેલા સ્થિત શ્યામ કૃપા પ્રાઈવેટ લિમિટેડ ફેક્ટરીમાં બપોરે ૩.૩૦વાગ્યે આગની માહિતી મળી હતી માહિતી મળટતાની સાથે જ ટિમ ઘટનાસ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવાનું કામ શરૂ કર્યું હતું. અને ફેક્ટરીની અંદર હાજર ૯ લોકો બચાવી લીધા હતા, જેમથી ત્રણને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, અને અન્યને નરેલા SHRC હોસ્પિટલ સફદારજંગ લઈ જવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપસ મુજબ ફેક્ટરીમાં ગેસ બર્નર પર માગ શેકવામાં આવી રહ્યા હતા દરમિયાન પાઇપલાઈનમાંથી ગેસ લીક થવાને કારણે આગ ફેલાઈ હતી જેના કારણે કોમ્પ્રેસર ગરમ થઈ ગયું હતું અને ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો પોલિસે હનવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કેશ નોધીને મામલાની તપસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો :-