Thursday, Oct 23, 2025

ગાંધીનગર: અડાલજ લૂંટ અને હત્યા કેશના આરોપી વિપુલનું એન્કાઉન્ટર

2 Min Read

ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો.

આરોપી વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મીને ઇજા થઈ હતી. આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું છે.

આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી હતી. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો.

છેલ્લા આઠ વર્ષથી વિપુલના પરિવારજનોએ તેની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી આ બાબતે તેઓએ છાપામાં જાહેરાત પણ આપી દીધી હતી. માનસિકતા ધરાવતો હતો અને તેનું વર્તન ખરાબ હોવાના કારણે તેની સાથે કોઈ સંબંધ રાખવામાં આવ્યા નહોતા. આરોપીના એન્કાઉન્ટરના આગલા દિવસે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ આરોપીના માતા સાથે વાતચીત કરી હતી. જેમાં કહ્યું હતું તમારે વિપુલ સાથે જે કરવું હોય એ કરો.

ભાઈ-ભાભીએ જણાવ્યું હતું કે નરોડા રોડ પર અશોક મિલ પાસે આવેલી બંસીની ચાલીમાં રહેતા તેના માતાના ઘરે પહોંચ્યું હતું. વિપુલના પિતા અગાઉ સીઆરપીએફમાં નોકરી કરતા હતા અને નિવૃત્ત થયા હતા. એક વર્ષ પહેલા જ તેમનું અવસાન થયું છે. પિતાની હયાતીમાં જ આરોપી વિપુલ પરમાર સાથે તેમના પરિવારજનો દ્વારા સંબંધ તોડી નાખવામાં આવ્યા હતા. જ્યારે આરોપી વિપુલ 6 મહિનાથી દહેગામના કડાદરા ખાતે આવેલા તેના મકાનમાં રહેતો હતો.

Share This Article