ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના છે, એવામાં આગામી CJI નિમણૂકની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આજે અગામી CJI પદ માટે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યાયાધીશ સૂર્યકાંતના નામની સત્તાવાર રીતે ભલામણ કરી છે. મંજૂરી મળતા ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે, તેઓ 14 મહિના એટલે કે જે 9 ફેબ્રુઆરી, 2027 સુધી સેવા આપશે.
હાલ સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ બાદ ન્યાયધીશ સૂર્યકાંત સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. 23 નવેમ્બરના રોજ CJI ગવઈની નિવૃત્તિ બાદ વરિષ્ઠતાને આધારે તેઓ આગામી CJI બનશે. CJI ગવઈ ન્યાયધીશ સૂર્યકાંતનું નામ કેન્દ્ર સરકાર સમક્ષ મુખ્યું છે. આ CJI ગવઈ ભલામણ પત્રની એક નકલ ન્યાયધીશ જસ્ટિસ કાંતને સોંપશે.
હરિયાણાના ગૌરવની ઐતિહાસિક ગાથા:
જસ્ટિસ સૂર્યકાંત ભારતીય ન્યાયપાલિકાના સર્વોચ્ચ શિખર પર પહોંચનારા હરિયાણા રાજ્યના પ્રથમ વ્યક્તિ બનશે. તેમની સફર અત્યંત પ્રેરણાદાયી છે. હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં જન્મેલા જસ્ટિસ સૂર્યકાંતે આઠમા ધોરણ સુધી એવી શાળામાં અભ્યાસ કર્યો, જ્યાં બેન્ચ પણ નહોતી. ખેડૂત પરિવારના સભ્ય તરીકે, તેમણે નવરાશના સમયમાં ખેતરોમાં કામ કર્યું અને જીવન સંઘર્ષની વચ્ચે કાયદાનું શિક્ષણ મેળવ્યું. તેમની આ પૃષ્ઠભૂમિ CJI ગવઈએ પણ નોંધ્યું હતું, જેમણે કહ્યું કે જસ્ટિસ સૂર્યકાંતની જીવન સંઘર્ષની સમજ તેમને ન્યાય માટે યોગ્ય બનાવશે.
નિર્ણાયક ચુકાદાઓનો વારસો:
સુપ્રીમ કોર્ટમાં 2019માં આવ્યા પહેલાં તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં તેમણે 1,000થી વધુ મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે, જેમાં ખાસ કરીને નીચેના ચુકાદાઓ સીમાચિહ્નરૂપ સાબિત થયા છે:
- કલમ 370: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના સરકારના નિર્ણયને માન્ય રાખતી બંધારણીય બેન્ચનો તેઓ ભાગ હતા.
- રાજદ્રોહ કાયદો: બ્રિટિશ યુગના રાજદ્રોહ કાયદાને સ્થગિત કરીને સરકારે સમીક્ષા ન કરે ત્યાં સુધી નવી FIR નોંધવા પર રોક લગાવી.
- લઘુમતી અધિકારો: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર પુનર્વિચાર કરવા માટે માર્ગ મોકળો કરનારી સાત જજોની બેન્ચમાં તેમનો સમાવેશ થતો હતો.
- મહિલા પ્રતિનિધિત્વ: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સહિત તમામ બાર એસોસિએશનોમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો નિર્દેશ પણ જસ્ટિસ સૂર્યકાંતને આભારી છે.
- હરિયાણાના એક સામાન્ય ગામના યુવાનથી દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ બનવા સુધીની તેમની સફર ભારતીય લોકશાહીમાં સામાન્ય માણસની અસાધારણ પ્રગતિનો જીવંત પુરાવો છે.
કોણ છે જસ્ટિસ સૂર્યકાંત?
જસ્ટિસ સૂર્યકાંતની વાત કરીએ તો તેઓ હાલમાં CJI ગવઈ પછી સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. હરિયાણાના હિસારમાં એક મધ્યમ વર્ગ પરિવારમાં જન્મેલા જસ્ટિસ સૂર્યકાંતનું આખું બાળપણ સંયુક્ત પરિવારમાં વિતાવ્યું. તેમના પિતા શિક્ષક હતા. તેમણે મેટ્રિક સુધીનું શિક્ષણ તેમના ગામની સરકારી હાઇસ્કૂલમાં પૂર્ણ કર્યું.