ભાજપે દિલ્હી ચૂંટણી માટે સંકલ્પ પત્ર 2 જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાના ભાજપે વિદ્યાર્થીઓ, યુવાનો, દલિતો અને ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે મહત્ત્વની જાહેરાત કરી છે. ભાજપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં KGથી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. અનુરાગ ઠાકુરે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સનું વચન આપતા કહ્યું કે જો અમે સત્તામાં આવીશું, તો અમે કૌભાંડોની તપાસ માટે SITની રચના કરીશું. તેમણે કહ્યું કે દિલ્હી જે ક્યારેય ખોટમાં નહોતી તે પહેલીવાર મહેસૂલ ખાધમાં હશે અને આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને આતિશીના કારણે આવું થશે.

અનુરાગ ઠાકુરે દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા ITIથી લઈને મેડિકલ અને નર્સિંગ કોલેજો સુધીના કાર્યોની ગણતરી કરી અને કહ્યું કે અમે વિજ્ઞાન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે. આપણો દેશ દુનિયામાં ક્યાંય નહોતો, હવે તે ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયો છે.
અમે દિલ્હીમાં ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઈપેન્ડ સ્કીમ લાવશું. આ શિષ્યવૃત્તિ યોજના ભીમરાવ આંબેડકરના નામે શરૂ કરાશે. આ અંતર્ગત, અમે ITI અને સ્કિલ સેન્ટર પોલિટેકનિક વગેરેમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક રૂ.1,000નું સ્ટાઇપેન્ડ આપીશું.
ભાજપના સાંસદે દિલ્હીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થાઓમાં KGથી PG સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું કે અમે UPSC અને રાજ્ય PSCની તૈયારી માટે વિવિધ રાજ્યોમાં યોજનાઓ શરૂ કરી છે.અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે દિલ્હીના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયાની સહાય પૂરી પાડીશું. પરીક્ષા કેન્દ્ર સુધીનો મુસાફરી ખર્ચ અને ફી અમારી સરકાર દ્વારા બે પ્રયાસો સુધી ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		