Tuesday, Dec 16, 2025

નવી મુંબઈમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 3 લોકોના મોત, અનેક લોકો ફસાયા

1 Min Read

મુંબઈની ઉપનગર વિસ્તારમાં આવેલા વિરાટમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ ગઈકાલે મોડી રાત્રે ધરાશાયી થયો. રમાબાઈ એપાર્ટમેન્ટ નારંગી રોડ પર ચામુંડા નગર અને વિજય નગર વચ્ચે સ્થિત છે. ચાર માળની આ ઈમારતના ધરાશાયી થતા હજુ સ્પષ્ટ થતી સંખ્યા પ્રમાણે બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.પાલઘર પોલીસના જણાવ્યા પ્રમાણે, ફાયર બ્રિગેડ અને બે NDRF ટીમોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને વિરાર અને નાલા સોપારા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે 10 થી 15 લોકો હજુ પણ કાટમાળની નીચે ફસાયેલા હોઈ શકે છે.

સ્થાનિક બચાવકર્મીઓએ જણાવ્યું કે, ધરાશાયી ઈમારતનો પાછળનો ભાગ મજબૂત ન હોવાથી આ દુર્ઘટના ઘટી હતી. NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી કાટમાળની નીચે ફસાયેલા લોકોને શોધી બહાર કાઢવા માટે શોધખોળ શરૂ કરી છે. પાલઘર પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડ દ્રારા રાત્રિભર કામગીરી ચાલુ રાખવામાં આવી છે.આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોને ચિંતામાં મૂક્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ લોકોને સુરક્ષિત વિસ્તારમાં રહેવા સલાહ આપી રહી છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

Share This Article