મહાકુંભમાં એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક, મુકેશ અંબાણીએ માઘ પૂર્ણિમાના એક દિવસ પહેલા સ્નાન કર્યું. આ પ્રસંગે, અંબાણી પરિવારની ચાર પેઢીઓ પ્રયાગરાજમાં હાજર હતી જેમણે 11 ફેબ્રુઆરીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અંબાણી પરિવારે ત્યાં પૂજા અને સ્નાન કર્યા પછી કેટલાક પેકેટનું વિતરણ કર્યું.
મહાકુંભ ખાતે માઘી પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હેલિકોપ્ટર દ્વારા સંગમ સ્થાને પહોંચ્યા હતા. હેલિપેડથી કાર દ્વારા સંગમ સ્થાને ક્રૂઝમાં બેસીને ગયા પછી સ્નાન કર્યું હતું. મુકેશ અંબાણીએ સપરિવાર પવિત્ર સ્નાન કર્યું. મુકેશ અંબાણીની બે બહેનોએ પરિવારના અન્ય સભ્યો સાથે પવિત્ર સ્નાન કર્યું.
સ્નાન કર્યા પછી, અંબાણી પરિવારે ત્યાં હાજર લોકોને કેટલાક પેકેટ વહેંચ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ પેકેટોમાં પુરી-શાક હતું, જે ત્યાં હાજર લોકોને આપવામાં આવ્યું હતું. આ પહેલી વાર નથી કે અંબાણી પરિવાર દ્વારા ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હોય, તેઓ વારંવાર આવું કરતા રહે છે. આ ઉપરાંત, અંબાણી પરિવાર દ્વારા નાવ ચાલકોને લાઇફ જેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણી સાથે પ્રયાગરાજ પહોંચ્યા છે. એક તરફ મુકેશ અંબાણી સંપૂર્ણપણે સુરક્ષિત છે, તો બીજી તરફ મોટી ગાડીઓનો કાફલો પણ તેમને લેવા માટે હેલિપેડ પર પહોંચી ગયો છે. જે પછી મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે હેલિપેડમાંથી બહાર નીકળતા બતાવવામાં આવ્યા છે. હવે યુઝર્સે મુકેશ અંબાણીના કુંભમાં આગમન પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. લોકો VVIP સંસ્કૃતિ પ્રત્યે ગુસ્સે છે અને તેઓ કહે છે કે શું 300 કિમી લાંબો ટ્રાફિક જામ ફક્ત જનતા માટે જ છે?