Friday, Oct 24, 2025

વાયનાડ ભૂસ્ખલનમાં ચાર દિવસ બાદ ચાર જણ જીવતા મળ્યા, 318 લોકોનાં મોત, 206 ગુમ

2 Min Read

વાયનાડમાં ભૂસ્ખલનનો ભોગ બન્યાના ચાર દિવસ બાદ જીવતા મળવું એ કોઇ ચમત્કારથી ઓછું નથી, પણ આ વાત હકીકત બની છે. ભારતીય સેનાએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના ચાર દિવસ બાદ ચાર લોકોને જીવતા બચાવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ચારેય જણ એક જ પરિવારના છે. તેમના સંબંધીઓએ સૂચના આપ્યા બાદ બચાવકર્મીઓ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને મલબામાં દટાયેલ ચારે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા.

તબાહ થયેલા વાયનાડમાં, સેનાએ અસ્થાયી પુલ બનાવીને 1000 લોકોને બહાર કાઢ્યા, નેવી-એરફોર્સ-NDRF ગ્રાઉન્ડ પર આ રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ...

આ લોકો પડવેટ્ટી કુન્નુમાં ફસાયેલા હતા. ભૂસ્ખલનના ચોથા દિવસે, બચાવ કર્મચારીઓની ટીમે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ચાર લોકોને બચાવ્યા હતા. હાલમાં આ લોકોની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 318 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે અકસ્માતના ચાર દિવસ પછી પણ 206 લોકો હજુ પણ ગુમ છે. સેના હવે મોબાઈલના છેલ્લા લોકેશન મુજબ લોકોને શોધવાનું કામ કરી રહી છે. સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર મૃતદેહોની શોધ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે વાયનાડમાં 2 ઓગસ્ટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય સેનાએ ચોકસાઇ અને સાવધાની સાથે આ બચાવ ઓપરેશન હાથ ધર્યું હતું. બચાવ કાર્યમાં વેગ આવે અને વધુમાં વધુ લોકોની જાન બચાવી શકાય એ માટે ભારતીય સેનાએ 24 કલાકની અંદર 190 ફૂટ લાંબા ‘બેઈલી બ્રિજ’નું નિર્માણ કરી નાખ્યું હતું. આ પુલ દ્વારા, ખોદકામ અને એમ્બ્યુલન્સ સહિતના ભારે મશીનો મુંડક્કાઈ અને ચુરલમાલા સુધી પહોંચી શક્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article