Wednesday, Oct 29, 2025

સુરતના લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ

1 Min Read

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાતે ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. લિંબાયત વિસ્તારમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું જ્યાં માત્ર એક કલાકમાં સાડા ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.

સુરતમાં પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઈટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા હતાં. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાતાં વાહન-વ્યવહારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની હવામાનની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.

Share This Article