અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત લથડી છે. ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ, એન્જલ યુરેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને સોમવારે વોશિંગ્ટનમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા અને તેમને પરીક્ષણ અને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવક્તાએ પણ તેમના હોસ્પિટલમાં દાખલ થવાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, હાલ તેમની હાલત સ્થિર છે.

પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને યુસીઆઈ મેડિકલ સેન્ટરમાં નોન કોવિડની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઉરીનાએ જણાવ્યું હતું કે, તેમની હાલત હાલ સ્થિર છે અને તેમને ઉત્તમ સંભાળ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ, ડોકટર્સ અને નર્સીસનો ઉત્સાહપૂર્વક આભાર માન્યો છે.
કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇર્વિન મેડિકલ સેન્ટરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સારવાર કરતા ડોકટર્સે જણાવ્યું કે, ક્લિન્ટન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે. જો કે, તેમને હાલ વેન્ટિલેટર પર નથી. પૂર્વ રાષ્ટ્રપતિ કોરોના વાયરસથી સંક્રમિત નથી અને ન તો તેમને હૃદય સંબંધિત બીમારી છે.
આ પણ વાંચો :-