પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સવારે 11.45 કલાકે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. આ પહેલા, તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન 3, મોતીલાલ નહેરુ રોડ, નવી દિલ્હીથી સવારે 8 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવશે. સવારે 8.30 થી 9.30 સુધી સામાન્ય જનતા અને કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમની અંતિમ વિદાયની તૈયારી 9:30 પછી શરૂ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
આ પણ વાંચો :-