શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી નથી. સોમવારે (14 ઓક્ટોબર) સવારે 8 વાગ્યાથી રિલાયન્સ હોસ્પિટલમાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતુ. અહીં, ઉદ્ધવ ઠાકરેએ તેમના હૃદયમાં બ્લોકેજના નિદાન માટે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.
ઉદ્ધવ ઠાકરેની નજીકની વ્યક્તિએ કહ્યું કે, દશેરા રેલીથી શિવસેના યુબીટી ચીફની તબિયત સારી ન હતી. આ પછી, સોમવારે (14 ઓક્ટોબર) તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તપાસ બાદ જાણવા મળ્યું કે, તેના હૃદયમાં બ્લોકેજ છે. આ પહેલા વર્ષ 2012માં પણ ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોનું કહેવું છે કે સારવાર બાદ તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર શરૂ કરશે.
ઠાકરેએ આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાગવતે કહ્યું હતું કે હિંદુઓએ પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. ઠાકરેએ પૂછ્યું કે જ્યારે કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર છે તો પછી હિન્દુઓ કેમ જોખમમાં છે? તેમણે કહ્યું કે જો હિંદુઓ જોખમમાં છે તો મોદીનો શું ફાયદો?
આ પણ વાંચો :-