Wednesday, Nov 5, 2025

સુરતમાં પહેલીવાર ગુમ બાળકી માટે ડ્રોન શોધ અભિયાન, 45 મિનિટમાં મળી

2 Min Read

સુરતના ઉધના વિસ્તારમાંથી 8 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી, માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બાળકી ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઈ ગઈ હતી. બીજી તરફ મામલો પોલીસ મથકે પહોચતા ઉધના પોલીસની ટીમે ડ્રોન કેમેરાની મદદ લઈને બાળકીને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં એક પરિવાર રહે છે, પરિવારમાં 8 વર્ષની બાળકી છે. આ બાળકીને તેની માતાએ ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બાળકીને માઠું લાગી આવ્યું હતું અને બપોરે ઘરેથી બાળકી નીકળી ગઈ હતી અને ગુમ થઈ ગઈ હતી. બાળકીની શોધખોળ બાદ પણ કોઈ ભાળ નહી મળતા બાળકીના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સાંજના 7 વાગ્યાની આસપાસ ઉધના પોલીસ મથકે પહોચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.

આ મામલો ગંભીર હોવાથી ઉઘના પીઆઈ એસએન દેસાઈના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, દરમ્યાન પોલીસે બાળકીને શોધવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લીધી હતી, ફૂટેજમાં બાળકી ઉધના BRC પોલીસ ચોકી પાસેથી વિજયાનગર શાકમાર્કેટ તરફ જતા જોવા મળી હતી. જેથી પોલીસની ટીમ ત્યાં પહોચી હતી અને બાળકીને શોધી કાઢી હતી.

આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક પાંચ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ 25 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા-પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા. દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના BRC પોલીસ ચોકી પાસેથી વિજયાનગર શાકમાર્કેટ તરફ જતા જોવા મળી હતી.

Share This Article