હરિયાણામાં જીતની હેટ્રિક લગાવનાર ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા તૈયાર છે. નાયબ સિંહ સૈની 15 ઓક્ટોબરના રોજ બીજી વખત મુખ્યમંત્રી પદ માટે શપથ લઈ શકે છે. જો કે, પક્ષ તરફથી આ મુદ્દે હાલ કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયુ નથી. હરિયાણા વિધાનસભા ચૂંટણીના મંગળવારે જારી કરવામાં આવેલા પરિણામોમાં ભાજપ કુલ 90માંથી 48 બેઠકો મેળવવામાં સફળ રહ્યું હતું.
સરકારની રચનામાં બાકી રહેલા મંત્રીઓના નામ નક્કી કરતી વખતે જ્ઞાતિના સમીકરણને પણ ધ્યાનમાં લેવામાં આવશે. હરિયાણામાં સૌથી વધુ 13 મંત્રીઓ બની શકે છે. આ વખતે મુખ્યમંત્રી સિવાય માત્ર બે મંત્રીઓ જ જીત્યા છે. આ છે- મહિપાલ ધંડા અને મૂળચંદ શર્મા. આવી સ્થિતિમાં મંત્રીઓમાં નવા ચહેરાઓ આવશે તે નિશ્ચિત છે.
નાયબ મુખ્યમંત્રી પદ માટે પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવનું નામ ચર્ચામાં છે. જ્યારથી ચૂંટણી પરિણામો આવ્યા છે ત્યારથી રાવ સમર્થકો આરતીને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. રાજ્યના દક્ષિણ ભાગની બેઠક જ્યાંથી તેણી ચૂંટાઈ હતી તે ભાજપ માટે જીત સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ હતી.
રાવ સમર્થકો કહી રહ્યા છે કે 2014થી દક્ષિણને ન્યાય મળ્યો નથી. હવે મને પદ મળવું જોઈએ. રાવ ઈન્દ્રજીત સિંહના નજીકના બીજેપી નેતાએ કહ્યું, ‘આ વખતે બીજેપીએ પહેલા જ સૈનીને મુખ્યમંત્રી જાહેર કરી દીધા છે. આવી સ્થિતિમાં આરતી રાવને કમ સે કમ નાયબ મુખ્યમંત્રી બનાવવી જોઈએ. રાવ ઈન્દ્રજીત સિંહે ભાજપને ઓછામાં ઓછી 15 બેઠકો પર જીત અપાવી છે.
આ પણ વાંચો :-