Sunday, Sep 14, 2025

લખનૌ એરપોર્ટના કાર્ગો એરિયામાં ફ્લોરિન ગેસ લીક, કાર્ગો વિસ્તાર ખાલી કરાવાયો

2 Min Read

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ એરપોર્ટના કાર્ગો એરિયામાં ફ્લોરિન ગેસ લીકની ઘટના સામે આવી છે. ફ્લોરિન ગેસ લીક થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં બે એરપોર્ટ કર્મચારી બેભાન થઇ ગયા છે. પોલીસ, NDRF અને SDRFની ટીમ સ્થળ પર હાજર છે.

લખનૌના સરોજિનીનગર એરપોર્ટના કાર્ગો વિભાગમાં લીકેજ થતાં એરપોર્ટ પર નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળેથી લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં એરપોર્ટ કર્મચારીઓ બેભાન થઈ ગયાના સમાચાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ગયા છે. NDRF અને SDRFની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. એરપોર્ટના કાર્ગો એરિયાથી તમામ લોકોને દૂર રાખવા સૂચના જારી કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટની અંદરના 1.5 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. લખનૌ એરપોર્ટ પર આ ઘટના બાદ સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ગેસનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘એરપોર્ટ ટર્મિનલ 3ના કાર્ગો વિસ્તારમાં ફ્લોરિંગ લીકેજની જાણ થઈ હતી. ફાયર સર્વિસ, NDRF અને SDRFની ટીમો સ્થળ પર હાજર છે. ત્રણેય ટીમો સાથે મળીને કામ કરી રહી છે. કેટલીક દવાના પેકેજિંગમાંથી ફ્લોરિન લીક થયું હતું, જેની તપાસ કરવામાં આવી રહી છે.

કેન્સર વિરોધી દવાઓનું કન્ટેનર અમૌસી એરપોર્ટથી ગુવાહાટીની ફ્લાઈટ દ્વારા મોકલવાનું હતું. એરપોર્ટની ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ બાજુમાં કન્ટેનરનું સ્કેનિંગ થઈ રહ્યું હતું. એટલામાં મશીનમાં બીપ વાગી. જેના કારણે કોઈ ગરબડ થવાની આશંકા હતી.

સ્થળ પર હાજર સ્ટાફે કન્ટેનર ખોલ્યું જેમાં કેન્સર વિરોધી દવાઓ હતી. આ દવાઓમાં કિરણોત્સર્ગી તત્વોનો ઉપયોગ થાય છે. કન્ટેનર લીક થઈ રહ્યું હતું જેના કારણે ગેસ છોડવાને કારણે કામદારો બેભાન થઈ ગયા હતા. જો કે, એરપોર્ટ પ્રશાસને કર્મચારીઓના બેહોશ થવાના મામલાથી ખળભળાટ મચી ગયો છે. ત્રણ કામદારોને અલગ રાખવામાં આવ્યા છે અને લીક થતા કન્ટેનરને સુરક્ષિત રીતે એક બાજુએ રાખવામાં આવ્યા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article