મુંબઈના આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી ભારત આવી ચૂક્યો છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થર્ડ બટાલિયન ટીમ તૈનાત છે. એરપોર્ટની અંદર ઝામરવાળી ગાડી તેમજ એમ્બ્યુલન્સ મોકલી છે. એરપોર્ટ તેમજ NIAની ઓફિસની આજુબાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મોદી સરકાર આતંકીને વિદેશી લાવવામાં સફળ રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આતંકીને જેલ લઈ જવામાં આવશે.
તહવ્વુર રાણાને નવી દિલ્હીની એનઆઇએ કોર્ટમાં રજૂ કરી ક્સ્ટડી મેળવવામાં આવશે. એ પછી મુંબઇની ક્રાઇમ બ્રાંચ દ્વારા તેનો કબજો મેળવવામાં આવશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તહવ્વુર રાણા આજે બપોરે દિલ્હી પહોંચશે અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. NIA અને રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(RAW)ની સંયુક્ત ટીમ તેને ભારત લાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી કે તેને મુંબઈમાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે.
વિપક્ષના નેતાઓએ પણ મોદી સરકારના વખાણ કર્યા:
ભારત સરકાર આને એક મોટી સફળતા માની રહી છે, એવામાં વિપક્ષના કેટલાક નેતાઓ પણ આ મામલે કેન્દ્રની પ્રશંસા કરી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCP-SP ના નેતા માજિદ મેનને કહ્યું કે આ મોદી સરકાર માટે એક સિદ્ધિ છે. અમેરિકાએ આ બાબતમાં ઘણો સમય લીધો છે. તેનું પ્રત્યાર્પણ વહેલું થઈ જવું જોઈતું હતું. આ બાબત સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.