Monday, Dec 29, 2025

નવસારીની પૂર્ણા નદીમાં પાંચ ડૂબ્યા, ત્રણ મહિલાનો બચાવ, 2નાં મોત

1 Min Read

નવસારી નજીકના ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુ:ખદ ઘટના બની છે, જ્યાં 4 મહિલાઓ અને 1 પુરુષ નદીમાં ડૂબી ગયા છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું મોત થયું છે અને એક પુરુષ હજુ પણ ગુમ છે. તે એક મહિલાનો દિયરે હોવાનું સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, ધારાગીરી ગામ નજીક પૂર્ણા નદીના ઓવારામાં ચાર મહિલાઓ કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલા નદીમાં ડૂબવા લાગી. અન્ય મહિલાઓએ પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડી, પરંતુ તેઓ પણ ડૂબી ગયા.

મહિલાઓને ડૂબતી જોઈને, એક સ્થાનિક યુવકે તેની ભાભી સહિત મહિલાઓને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો. પરંતુ કમનસીબે, તે યુવક પણ નદીના પ્રવાહમાં ગાયબ થઈ ગયો. નદીમાંથી પસાર થતા માછીમારોએ તાત્કાલિક પોતાની જાળ ફેંકી અને ત્રણ મહિલાઓના જીવ બચાવ્યા. મહિલાના મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

કેવી રીતે બની ઘટના?

ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન એક મહિલા નદીમાં ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ પાણીમાં ઉતરી હતી, પરંતુ તેઓ પણ ડૂબી ગઈ હતી.

Share This Article