૧૮મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર સોમવારથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. પ્રથમ સત્રમાં હોબાળો થવાની શક્યતા છે, કારણ કે વિપક્ષ ૨૬ જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી, NEET-UG અને UGC-NETમાં પેપર લીકના આક્ષેપો પર ચર્ચાની માંગ કરશે. તેમજ પ્રોટેમ સ્પીકરની નિમણૂક પર વિવાદના મુદ્દે સંસદ સત્રમાં વિપક્ષ એનડીએ સરકારને ઘેરી શકે છે.
સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. આ પછી લોકસભાના નેતા મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્ય તરીકે શપથ લેવા આમંત્રણ આપશે. વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ કર્યા બાદ તેમની મંત્રી પરિષદ પણ શપથ લેશે.
નવી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા જ વિપક્ષે પોતાની મત સ્પષ્ટ કર્યો છે. કોંગ્રેસના કે સુરેશને પ્રોટેમ સ્પીકર ન બનાવવા પર વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે. વિપક્ષે કહ્યું છે કે પ્રોટેમ સ્પીકરને સમર્થન આપતી પેનલમાં તેના સાંસદોને સામેલ કરવામાં આવશે નહીં.
વડા પ્રધાન મોદી પછી પ્રોટેમ સ્પીકરની મદદ માટે બનેલી પેનલના સભ્યો સાંસદ તરીકે શપથ લેશે. આ પેનલના સભ્યો પ્રોટેમ સ્પીકરની ગેરહાજરીમાં સાંસદોને શપથ લેવડાવશે. આ પેનલમાં કોંગ્રેસના ૫ સભ્યો કે સુરેશ, ભાજપના રાધામોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે, ડીએમકેના ટીઆર બાલુ અને ટીએમસીના સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થાય છે. જોકે, વિરોધ પક્ષોએ કહ્યું છે કે તેમના સાંસદો પેનલમાં રહેશે નહીં. સુરેશને પ્રોટેમ સ્પીકર ન બનાવવાના વિરોધમાં વિપક્ષ આ પગલું ભરી રહ્યું છે.
આ પણ વાંચો :-