HomeNationalમહારાષ્ટ્રમાં NCP અજીત પવાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

મહારાષ્ટ્રમાં NCP અજીત પવાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...
spot_img

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વધી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે ડેપ્યુટી CM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 38 ઉમેદવારોની પ્રથમ યાદી આજે બુધવારે જાહેર કરી છે. આ યાદી અનુસાર, અજિત પવાર પોતે બારામતી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે જ્યારે છગન ભુજબળ યેવલા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીના નેતા દિલીપ વલસે પાટીલ આંબેગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે. અજિત પવારની NCPએ કાગલ સીટ પરથી હસન મુશ્રીફને ટિકિટ આપી છે જ્યારે ધનંજય મુંડે પરલી સીટ પરથી ચૂંટણી લડશે.

Maharashtra Assembly Election 2024 NCP Ajit Pawat group Candidate list

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની જાહેરાત ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જે શાસક ગઠબંધનનો ભાગ છે, તેણે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીના સુપ્રીમો અને મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે. જણાવી દઈએ કે ભાજપ, NCP અને શિવસેના વચ્ચે સીટની વહેંચણી હજુ નક્કી થઈ નથી. જોકે, ત્રણેય પક્ષો પરસ્પર સમજણથી ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. જણાવી દઇએ કે, NCPની પ્રથમ યાદીમાં 38 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ધનંજય મુંડેને પરલીથી, દિલીપ વલસે પાટીલને અંબેગાંવથી, આશુતોષ કાલેને કોપરગાંવથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

રાજકુમાર બડોલે ગઈ કાલે NCPમાં જોડાયા હતા. તેમની ઉમેદવારી આજે જાહેર કરવામાં આવી હતી. રાજેશ વિટ્ટેકરની માતા નિર્મલા વિટ્ટેકરને પણ ટિકિટ મળી છે. પ્રકાશ સોલંકેએ તેમના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ NCP એ તેમને ઉમેદવાર બનાવ્યા છે. હિરામન ખોસ્કર અને સુલભા ખોડકે કોંગ્રેસમાંથી NCPમાં જોડાયા અને પાર્ટીએ તેમની ઉમેદવારી જાહેર કરી છે. અજિત પવારની પાર્ટીએ કલવા મુંબ્રા બેઠક પરથી જિતેન્દ્ર અવદ સામે મુસ્લિમ ચહેરા તરીકે નાઝીમ મુલ્લાને ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories