Thursday, Oct 23, 2025

ઓડિશામાં નીલાંચલ એક્સપ્રેસ પર ફાયરિંગ, કોઈ જાનહાની નહીં

2 Min Read

ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થયું છે. ટ્રેન પર અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) આ મામલાની તપાસ કરી રહી છે.

મંગળવારે સવારે 9.25 કલાકની આસપાસ કેટલાક ઈસમોએ નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ કર્યુ હતું. ટ્રેન ચરંપા રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ જીઆરપીએ તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગ ગાર્ડના ડબ્બા તરફથી કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયા નથી. પોલીસે ટ્રેન પર ફાયરિંગ કરવાનો હેતું શું હતો તેને લઈ તપાસ શરૂ કરી છે.

RPF અને GRPએ આ મામલાને લઈ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. થોડા દિવસો પહેલાં અલગ અલર રેલવે સ્ટેશનો પર બોમ્બની ધમકી મળી હતી. તાજેતરમાં બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી.જે બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો.

ઉત્તર પ્રદેશના ગોંડામાં ટ્રેન નંબર 12565 બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતીના કારણે ખળભળાટ મચી ગયો હતો અને આરપીએફ અને જીઆરપી પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે સતર્કતા સાથે ટ્રેનનું ચેકિંગ કર્યું હતું. જો કે બાદમાં કંઈ મળ્યું ન હતું અને દોઢ કલાકના વિલંબ બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article