પાકિસ્તાન મરીનની અવળચંડાઈ સામે આવી છે. મોડીરાતે ગુજરાતના દરિયા નજીક ઓખાની ફિશીંગ બોટ પર પાકિસ્તાન નેવી દ્વારા ફાયરીંગ કરાયુ. મધ દરીયે ફાયરીંગની ઘટનાથી બોટની જળ સમાધી થઇ. બનાવને ઓખા બંદરના માછીમારોમાં ભયનો માહોલ છે. કોસ્ટગાર્ડ દ્વારા તમામ માછીમારોને રેસ્ક્યૂ કરી ઓખા લઇ આવવામાં આવ્યા.
રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મીડિયા રિપોર્ટ મુજબ, રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં કરવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતું હોવાની જાણકારી મળતા જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને માછીમારોના જીવ બચાવ્યા હતા. આ ઘટનાના કારણે અન્ય માછીમારોમાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો :-