ઉત્તર પ્રદેશના અમરોહાથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. અમરોહામાં આજે એક સ્કૂલ વાન પર ફાયરિંગ અને પથ્થરમારો થયો છે. 4 અજાણ્યા યુવકોએ ભારે દહેશત ફેલાવી હતી. ગોળીઓ અને પથ્થરોનો વરસાદ થતો જોઈને વાનમાં મુસાફરી કરી રહેલા સ્કૂલના બાળકોએ ચીસા ચીસ કરી મુકી હતી. હુમલો થતો જોઈ ડ્રાઈવર વાન લઇને ભાગી છુટ્યો છે. સ્કૂલ વાનમાં ચોથા ધોરણના બાળકો મુસાફરી કરી રહ્યા હતા.

બાળકોના પરિવારજનો પણ ઉતાવળમાં શાળાએ પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. ફાયરિંગની આ ઘટના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સવારે SRS ઇન્ટરનેશનલ સ્કૂલની વાન બાળકોને લઈને આવી રહી હતી. વાનમાં ચોથા ધોરણ સુધીના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ચાર અજાણ્યા બદમાશોએ વાનને નિશાન બનાવી તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓનો અવાજ સાંભળીને વાનમાં બેઠેલા બાળકો ડરી ગયા અને રડવા લાગ્યા હતા.
આ દરમિયાન બદમાશોએ બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ જોઈને ડ્રાઈવરે તેજ સ્પીડમાં કાર હંકારી હતી અને ઉતાવળમાં શાળાએ પહોંચ્યો હતો. શાળામાં બાળકોને રડતા જોઈને ગભરાટ ફેલાયો હતો. આચાર્ય અને શિક્ષકે જ્યારે વાન ચાલક પાસેથી માહિતી લીધી ત્યારે તેણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ પછી પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચો :-