ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નઉમ્બર 1માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. બ્લોક નઉમ્બર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે.

આજે સવારના જૂના સચિવાલયમાં બ્લોક નંબર 1 બિલ્ડીંગમાંથી ધુમાડા બહાર આવતા આગ લાગી હોવાનું સામે આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.બ્લોક નંબર 1માં રોજગાર તાલીમ કેન્દ્ર કચેરી આવેલી છે. આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ અંગે મહાનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર ગૌતમભાઈએ જણાવ્યું કે, આજે સવારે દસ વાગ્યાના અરસામાં બચુભાઈ ઠાકોર નામના વ્યક્તિએ જીવરાજ મહેતા ભવન જુના સચિવાલયનાં બ્લોક નંબર – 1 ના ત્રીજા માળે આગ લાગી હોવાની જાણ કરી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.
આ પણ વાંચો :-