ગ્રેટર નોઈડાના અન્નપૂર્ણા હોસ્ટેલમાં ભયાનક આગ લાગતા વિદ્યાર્થીનીઓએ બાલ્કનીમાંથી કૂદી જીવ બચાવવો પડ્યો. અગ્નિશામક વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 40 વિદ્યાર્થીનીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી. આગ એસીના કમ્પ્રેસર ફાટવાને કારણે લાગી હતી. જેમાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીનીઓએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો.
માહિતી અનુસાર, ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં ગુરુવારે સાંજે એસી બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી. જે બાદ હોસ્ટેલમાં હાજર છોકરીઓએ વિદ્યાર્થીનીઓએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. છોકરીઓ કૂદતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર, બધી 160 વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી છે. કેટલીકને નાની-મોટી ઈજાઓ થઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ, ગર્લ્સ હોસ્ટેલમાં ACમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થિનીઓ કૂદીને પોતાનો જીવ બચાવી રહી છે. આ દુર્ઘટનામાં ઘણી વિદ્યાર્થિનીઓ ઘાયલ પણ થઈ હતી. એવો આરોપ છે કે માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ મોડી પહોંચી હતી. હાલમાં, હોસ્ટેલમાં લાગેલી આગની તપાસ ચાલી રહી છે. હોસ્ટેલને ફાયર વિભાગ તરફથી NOC મળ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો હોસ્ટેલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.
ફાયર બ્રિગેડના અધિકારી પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું કે ગુરુવારે સાંજે આગ લાગવાની માહિતી મળી હતી. જે બાદ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. જોકે, હોસ્ટેલમાં ફસાયેલી વિદ્યાર્થિનીઓને સ્થાનિક લોકોએ સીડીઓ દ્વારા બહાર કાઢી લીધી હતી. કેટલીક વિદ્યાર્થિનીઓએ કૂદી પડી હતી, જેના કારણે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે.