HomeSurat Cityસુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી આગ, વેપારીઓમાં હાહાકાર

સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી આગ, વેપારીઓમાં હાહાકાર

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...
spot_img

સુરતના વ્યસ્ત રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં આજે (14 એપ્રિલ) અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. માર્કેટની એક દુકાનમાંથી શરૂ થયેલી આગ ઝડપથી ફેલાતી જતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર ફાઈટરો સતત પાણીનો મારો ચલાવી આગ વધુ ફેલાય નહીં તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 20 ફેબ્રુઆરીએ અહીં આગ લાગી હતી, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

Subscribe

Latest stories