વડોદરાનાં કોયલી ગામ ખાતે આવેલી IOCL રિફાઇનરીમાં ગઈકાલે એક બાદ એક ભયંકર બ્લાસ્ટની ઘટનાઓ બની હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત નીપજ્યા હતા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરી જિલ્લા-શહેરમાંથી ફાયરની અલગ-અલગ ટીમો બોલાવાઈ હતી. આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ આજે વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ કાબૂમાં આવી જતાં રિફાઇનરીનાં અધિકારીઓ, ફાયર જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરામાં ગઈકાલે એક ભયાવહ ઘટના બની હતી. કોયલી ગામ નજીક આવેલી IOCL રિફાઇનરી અચાનક એક બાદ એક ભયંકર બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટનો 5 કિમી દૂર સુધી લોકોએ અનુભવ કર્યો હતો. માહિતી અનુસાર, આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કેટલાક ઘરનાં કાચ પણ તૂટ્યા હતા. આગનાં કારણે દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા હતા. લોકોએ ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ કરતા દોડીને ઘરની બહાર આવી ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગતરોજ (11 નવેમ્બર, 2024) બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે. GSFCની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. જેમાં અમદાવાદા, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગોડી ગઈ હતી. IOCL રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર એ ફાયર ઓફિસરો સાથે મીટિંગ પણ કરી હતી. આખરે ફાયર બ્રિગેડે એક્યુએસ ફિલ્મ ફોર્મિંગ ફોમ (AFFF) સિસ્ટમથી 15 કલાકથી વધુની જહેમત બાદ ફાયર વિભાગે આજે સવારે 7 વાગ્યાની આસપાસ સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં હોવાની માહિતી આપી છે.
આ પણ વાંચો :-