Saturday, Sep 13, 2025

અતુલ સુભાષ આત્મહત્યા કેસ મામલે પત્ની સામે FIR દાખલ, જાણો પિતાએ શું કહ્યું ?

3 Min Read

બેંગ્લુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા એન્જિનિયરે કથિત રીતે પત્નીથી પરેશાન થઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અતુલ સુભાષે મરતા પહેલા 24 પાનાની સુસાઇડ નોટ છોડી છે, આ ઉપરાંત તેણે દોઢ કલાકના વીડિયોમાં પોતાની પીડા વર્ણવી છે. દરેક પંક્તિ હૃદયદ્રાવક છે. અતુલે તેની પત્ની અને તેના પરિવારજનો પર હેરસમેન્ટનો આરોપ લગાવ્યો છે. અતુલે આરોપ લગાવ્યો છે કે તેણે મારી સામે અનેક કેસ દાખલ કર્યા છે, તેણે ત્રણ કરોડની માંગ કરી છે.

આ આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર પુરુષોના અધિકારોને લઈને ચર્ચા છેડાઈ ગઇ છે. મૃતક યુવકના પરિવારનું કહેવું છે કે ભારતમાં તમામ કાયદા માત્ર મહિલાઓ માટે જ બનેલા છે. અહીં પુરુષો માટે કોઈ કાયદો નથી. ઉલ્લેખનીય છે કે મૂળ યુપીના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી લીધી હતી. અતુલ સુભાષ બેંગલુરુ શહેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં DGM તરીકે કામ કરતા હતા. તેમણે 24 પાનાની સુસાઈડ નોટ છોડી છે અને 90 મિનિટના વીડિયોમાં પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું છે. સુભાષે તેની પત્ની અને તેના પરિવારના સભ્યો પર તેમને ખોટા આરોપમાં ફસાવીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

અતુલે તેની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, એક દિવસ તેને કોર્ટમાં જોયા બાદ તેની પત્નીએ કહ્યું કે, અરે, તેં હજુ આત્મહત્યા નથી કરી? આના પર મૃતકે કહ્યું, “જો હું મરી જઈશ તો તમારી પાર્ટી કેવી રીતે ચાલશે?” આના પર અતુલની પત્નીએ કહ્યું, તો પણ ચાલશે. તારા પિતા પૈસા આપશે. જ્યારે પતિ મૃત્યુ પામે છે, ત્યારે બધું પત્નીનું છે. તમારા મૃત્યુ પછી, તમારા માતા-પિતા પણ જલ્દી મૃત્યુ પામશે. પુત્રવધૂનો પણ તેમાં ભાગ છે. આ સાથે મૃતકે એ પણ જણાવ્યું કે જૌનપુરની મહિલા જજ તેની સાથે પક્ષપાત કરતી હતી અને કોર્ટ રૂમમાં તેની પર હસતી હતી. અતુલે સુસાઈડ નોટમાં દાવો કર્યો છે કે જૌનપુરની કોર્ટમાં સુનાવણી દરમિયાન તેની પત્નીએ જજની સામે તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. આ દરમિયાન મહિલા જજ પણ હસી પડ્યા હતા.

અતુલે કથિત સુસાઇડ વીડિયોમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કોર્ટની 120 તારીખો લાગી ચુકી છે અને અતુલ પોતે 40 વખત બેંગ્લોરથી જૌનપુર ગયો હતો. તેના પરિવારના સભ્યો પણ કોર્ટના ચક્કર લગાવીને થાકી ગયા હતા. દરેક વખતે તારીખ પર તારીખ મળતી હતી. અતુલે સિસ્ટમ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે કે ક્યારેક જજ નથી હોતા અને હડતાળ હોય છે, વકીલો આગામી તારીખની માંગ કરે છે. ફક્ત 23 રજાઓ છે હું સિસ્ટમથી થાકી ગયો.

આ પણ વાંચો :-

Share This Article