ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ધાર્મિક સત્સંગમાં મચેલી નાસભાગમાં લગભગ ૧૩૮થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તંત્ર અને સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. દુર્ઘટના પાછળના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરતાં પોલીસે સત્સંગના આયોજકો સામે FIR નોંધી લીધી છે. જોકે FIRમાં ચોંકાવનારું એ રહ્યું કે બાબાનું નામ જ તેમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવાદાર સહિત અન્ય આયોજકો સામે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે.

હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ૫ સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના પર યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ કરવામાં આવી છે. અરજીમાં આ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં આવા કાર્યક્રમોના આયોજન માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી છે.
બપોરે લગભગ ૧૩.૩૦ વાગ્યે સત્સંગ સમાપ્ત થયા બાદ ભીડને રોકી હતી. અને ભોલે બાબા પાછળના દરવાજેથી જઈ રહ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓ બેકાબૂ બની ભોલે બાબાને પગે લાગવા પડપડી કરવા લાગ્યા અને નાસભાગ થઈ. લોકો એક-બીજા પર પગ મૂકીને દોડતા રહ્યા અને સત્સંગ મંડપ નજીક આવેલા ખાડામાં પડ્યા હતા. આ ખાડામાં એકની ઉપર એક દટાઈ જવાથી ગૂંગળામણમાં લોકો મૃત્યુ પામ્યા હતા.
હાથરસમાં નાસભાગને કારણે સેંકડો લોકોના મોતના મામલાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ એક પત્ર મોકલવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલા પત્રમાં અકસ્માતની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. એડવોકેટ ગૌરવ દ્વિવેદીએ ચીફ જસ્ટિસને પત્ર પિટિશન મોકલી છે.
આ પણ વાંચો :-