સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના આસામમાં સામે આવી છે. અહીં સિલચરના શિલાંગ પટ્ટી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં એક કોમ્પ્યુટર ઈન્સ્ટીટ્યૂટ ટૉપ ફ્લોર પર ચાલે છે. ઘટના દરમિયાન અહીં કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર હતા. આગ લાગવાની ઘટના બાદ દોડધામ મચી હતી.
આસામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સિલચરની કોમ્પ્યુટર ઈન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હવે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકોને સીડીઓથી નીચે જવાની તક પણ મળી નથી. ભયાનક આગ બાદ સંસ્થામાં આવેલા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા. કેટલાક બાળકો બારીમાંથી બહાર નીકળતા અને પાઈપની મદદથી નીચે આવતા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૩ થી ૪ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા બાળકો બિલ્ડિંગની છત પર ફસાયેલા છે. જો કે, તેમના નંબર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટનાની માહિતી મળતાં સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો :-