અમરેલી જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર મોડી રાતે હુમલાની ઘટના બની હતી. મોડી રાતે સામા કાંઠે બોટ મુકવા બાબતે કેટલાક લોકો સાથે સ્થાનિક વ્યક્તિઓ અને ચેતન શિયાળને ભારે માથાકૂટ થઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચેતન શિયાળનો હથિયાર કાઢતો વિડિયો પણ વાયરલ થયો હતો. MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલા મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 9 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ હુમલાનો અને ગળામાં પહેરેલ ચેઈન લૂંટી ગયાનો ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ, ચંદ્રકાંત શિયાળ અને તેની સાથે અન્ય લોકો માછીમારી કરીને પરત ફરતા હતાં, તે દરમિયાન ચંદ્રકાંત અને અન્ય લોકો માછલી ખાલી કરવા જેટી પર જઈ રહ્યાં હતાં. ત્યારે યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડુ પડ્યું હતું. જેને હટાવવાના મુદ્દે બંને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ વધતાં ચંદ્રકાંતભાઈનો પુત્ર ચેતન શિયાળ પણ ત્યાં પહોંચ્યો. બાદમાં ઝઘડો વધતાં તે મારામારીમાં બદલાઈ ગયો. આ દરમિયાન આરોપીઓએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ચેઇન લૂંટી હોવાનો ચેતન શિયાળે આરોપ લગાવ્યો છે. ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીનો જમાઈ છે.
આ હુમલામાં હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ચેતન શિયાળને ગંભીર ઈજાઓ થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ઘટનાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી સહીત સમર્થકો હોસ્પિટલમાં દોડ્યા હતા.
આ પણ વાંચો :-