Thursday, Oct 23, 2025

EUએ અમેરિકાને 25% જવાબી ટેરિફ લગાવવાની આપી ધમકી

3 Min Read

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગયા અઠવાડિયે 180થી વધુ દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ તરત અસરકારક થઈ ગયા છે. ટ્રંપ વહીવટી તંત્રની નવી નીતિ હેઠળ નોન-લિસ્ટેડ દેશોથી થતી તમામ આયાત પર 10 ટકા ટેરિફ લાગશે, જ્યારે એવા દેશો પર વધુ ટેરિફ લાગશે, જે ટ્રંપ વહીવટી તંત્રના અનુસાર અમેરિકી નિકાસ પર કડક નિયમો કે ટેરિફ લગાવે છે.

ઉલ્લેખનીય છે કે ભારત પર 26% ટેરિફ લાદવા ઉપરાંત અમેરિકાએ ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઈવાન પર 32% ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી હતી.

બજારોમાં આ જબરદસ્ત ઉથલપાથલ વચ્ચે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારત અને બાકીના વિશ્વ પર તેની કેટલી અસર થશે? સવાલ એ પણ છે કે ભારતે ટ્રમ્પના ટેરિફના આ દબાણનો સામનો કેવી રીતે કરવો જોઈએ? જો અમેરિકામાં મોંઘવારી વધે તો ભારત અને વિશ્વના અન્ય દેશો પર તેની શું અસર થશે? ટ્રમ્પના ટેરિફ બોમ્બ પર બાકીની દુનિયા કેવી પ્રતિક્રિયા આપશે?

યુરોપિયન યુનિયનએ સોમવારે આ વાત પર સંમતિ દર્શાવી કે ડોનાલ્ડ ટ્રંપ દ્વારા લાગુ કરાયેલા ટેરિફને હટાવવા માટે જવાબી કાર્યવાહી કરતાં વાતચીતને પ્રાથમિકતા આપવામાં આવશે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને બ્રસેલ્સમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે યુરોપિયન યુનિયન ઔદ્યોગિક વસ્તુઓ માટે શૂન્ય વિરુદ્ધ શૂન્ય ટેરિફ કરાર માટે વાતચીત કરવા માટે તૈયાર છે.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની કૃષિ પેદાશો પર WTO ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે. તે સરેરાશ 113.1% થી મહત્તમ 300% સુધીની છે. ભારત કોઈપણ સમયે કૃષિ અને બિન-કૃષિ ઉત્પાદનો પરના ટેરિફ દરોમાં ફેરફાર કરી શકે છે, જે અમેરિકન કામદારો, ખેડૂતો, પશુપાલકો અને નિકાસકારો માટે અનિશ્ચિતતા પેદા કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020-21ના બજેટમાં ભારતે સોલર ઇન્વર્ટર અને સોલર ફાનસ સહિત 31 પ્રોડક્ટ કેટેગરી પર તેના ટેરિફમાં વધારો કર્યો છે. 2021-22ના બજેટમાં, ભારતે હેડફોન, લાઉડસ્પીકર અને સ્માર્ટ મીટર પર ટેરિફ રેટમાં વધારો કર્યો હતો. વધુમાં, 2014 થી, ભારતે કેટલાક ટેલિકોમ સાધનો પર વારંવાર ટેરિફ લાદી છે. આવી ઘણી વાતો આ રિપોર્ટમાં કહેવામાં આવી છે.

આનો અર્થ એ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણવાદની એક લહેર ઉભી કરી છે જે 1930ના દાયકામાં અમેરિકામાં આવેલી મહામંદી કરતાં પણ ખરાબ છે. તે સમયે, સ્મૂટ-હૉલી એક્ટે સ્થાનિક ઉદ્યોગો અને ખેડૂતોને બચાવવા માટે આયાત ટેરિફમાં વધારો કર્યો હતો, પરંતુ આનાથી આર્થિક મંદી વધુ ખરાબ થઈ હતી.

Share This Article