Wednesday, Dec 10, 2025

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર, એક જવાન શહીદ

2 Min Read

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આજે (24મી એપ્રિલ) સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બસંતગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.

આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને હીરાનગર સેક્ટરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. સાનિયાલ ગામ પાસેના ડોલકા જંગલમાં એક દંપતીની સતર્કતાને કારણે આ જૂથ પહેલીવાર 23 માર્ચે જોવા મળ્યું હતું. આ પછી 27 માર્ચે કઠુઆ જિલ્લાના જાખોલે ગામ પાસે સુફાન જંગલોમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એ જ રીતે, 11-12 એપ્રિલના રોજ, કિશ્તવાડ જિલ્લાના ચત્રુ વિસ્તારના નદગામ જંગલોમાં સેનાના વિશેષ ઓપરેશનમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા.

મંગળવારે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ પર હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને સમગ્ર વિશ્વમાં તેની સખત નિંદા કરવામાં આવી હતી. હવે ઉધમપુરમાં આતંકવાદીઓની હાજરી અને એન્કાઉન્ટરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઘૂસણખોરી અને આતંકવાદી ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે અને તેનો વ્યાપ પણ વધી શકે છે.

હાલમાં ડુડુ-બસંતગઢ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને દરેક સ્તરે કડક તકેદારી રાખવામાં આવી રહી છે. સરકાર અને સુરક્ષા દળોની યોજનાઓ હવે આતંકવાદીઓના સમગ્ર નેટવર્કને ખતમ કરવા પર કેન્દ્રિત છે.

Share This Article