કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે (18 ઓગસ્ટ 2024) CAA હેઠળ 188 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરી હતી. આ દરમિયાન તેમણે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે બાંગ્લાદેશમાં વિભાજન થયું ત્યારે ત્યાં 27 ટકા હિંદુઓ હતા, આજે 9 ટકા છે. આટલા બધા હિંદુઓ ક્યાં ગયા? પડોશી દેશમાંથી હિંદુ કયા ગયા. અમે 2019માં CAA લાવ્યા હતા. CAAને કારણે, કરોડો હિન્દુ, જૈન અને શીખ ધર્મના લોકોને નાગરિકતા મળશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે CAA વિશે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા. CAA કાયદો કોઈની નાગરિકતા છીનવી શકતો નથી. કેટલીક રાજ્ય સરકારો CAA વિશે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ઈન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ CAAને લઈને શરણાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આ નાગરિકોને અન્ય પાડોશી દેશોમાં તો અપમાન સહન કરવું પડતું હતું પણ અહીં આવીને પણ તેમની તકલીફો ઓછી થઈ ન હતી. વિપક્ષની તુષ્ટિકરણની નીતિઓ ત્રણ પેઢીઓથી તેમને ન્યાય મળ્યો નથી. વડા પ્રધાન મોદીએ લાખો અને કરોડો લોકોને ન્યાય અપાવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે સિટિઝનશિપ ઍમન્ડમેન્ટ ઍક્ટ– CAA એ 11 ડિસેમ્બર, 2019ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાના વિરોધમાં દેશભરમાં વ્યાપક પ્રદર્શનો થયાં હતાં. ત્યારબાદ આ કાયદાનો તત્કાળ અમલ કરવામાં આવ્યો ન હતો, માર્ચ, 2024માં જ તેને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-