Thursday, Oct 23, 2025

એલોન મસ્કે X પોતાની જ કંપની xAIને વેચ્યું, 33 અબજ ડોલરમાં થયો સોદો, કોણ છે નવો માલિક ?

1 Min Read

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમણે 33 અબજ અમેરિકન ડોલરના ઓલ સ્ટોક સોદામાં સોશિયલ મીડિયા સાઇટ એક્સને તેની પોતાની એક્સએઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીને વેચી દીધી છે. અમેરિકાના ઉદ્યોગપતિ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કે 2022 માં ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું અને તેનું નામ X રાખ્યું હતું.

મસ્કે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ પગલું એક્સએઆઈની અદ્યતન એઆઈ ક્ષમતા અને એક્સની વ્યાપક પહોંચ સાથે કુશળતાને જોડીને પુષ્કળ સંભાવનાઓ ખોલશે.” તેમણે કહ્યું કે આ ડીલમાં એક્સએઆઇનું મૂલ્ય 80 અબજ અમેરિકન ડોલર અને એક્સનું મૂલ્ય 33 અબજ અમેરિકન ડોલર છે. બંને કંપનીઓ ખાનગી માલિકીની છે, જેનો અર્થ એ છે કે તેઓએ તેમના નાણાકીય નિવેદનો જાહેર કરવાની જરૂર નથી.

ઇલોન મસ્કે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, એકએઆઈ અને એક્સનું ભવિષ્ય પરસ્પર જોડાયેલું છે. આજે આપણે ડેટા, મોડલ, કમ્પ્યુટર, ડિસ્ટ્રીબ્યુશન અને ટેલેન્ટને ભેગી કરવા સત્તાવાર પગલું ભરી રહ્યા છીએ. એકસએઆઈ એક્સ માટે 45 અબજ ડોલરની ચૂકવણી કરશે. જે મસ્ક દ્વરા 2022માં કરવામાં આવેલી ચૂકવણી કરતા થોડી વધારે છે. ઉપરાંત આ ડીલમાં 12 અબજ ડૉલરનું ઋણ પણ સામેલ છે.

Share This Article