મની લોન્ડરિંગ મામલે CM હેમંત સોરેનના ઘરે પહોંચી EDની ટીમ

Share this story

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીના બગડઈ વિસ્તારની જમીન સંબંધિત દસ્તાવેજોમાં છેડછાડ અંગેની તપાસનું નિવેદન નોંધવા ઈડી ઓફિસરો મુખ્યમંત્રી આવાસે પહોંચ્યા છે. રાજ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ઈડી ઓફિસથી લઈને અધિકારીઓની સુરક્ષાની પૂર્ણ તૈયારીઓ કરી લેવાઈ છે. ઈડી ઓફિસથી લઈને મુખ્યમંત્રી આવાસ સુધી બહાર સુરક્ષા વ્યવસ્થામાં ૯૦૦ પોલીસ અધિકારીઓ તૈનાત કરાયા છે. જણાવી દઈએ કે હેમંત સોરેને ઈડીના 8મા સમન્સ પર પૂછપરછ માટે ૨૦ તારીખે બપોરે ૧૨ વાગ્યાનો સમય આપ્યો હતો.

જણાવી દઈએ કે ED રાંચીના બડગઈ વિસ્તારની જમીન સાથે સંબંધિત સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવાની ઘટનાની તપાસના સંબંધમાં હેમંત સોરેનનું નિવેદન નોંધવા માંગે છે. આ કેસમાં ED IAS છવી રંજન સહિત દોઢ ડઝન લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે તે હેમંત સોરેનને આ ઘટનામાં તેમની ભૂમિકા અંગે ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવા માંગે છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ED આઠ વખત સમન્સ પાઠવી ચુક્યુ છે. મંત સોરેનને EDએ પ્રથમ વખત ૧૪ ઓગસ્ટ ૨૦૨૩માં હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. તે બાદ ૨૪ ઓગસ્ટ, ૯ સપ્ટેમ્બર, ૨૩ સપ્ટેમ્બર, ૪ ઓક્ટોબર, ૧૨ ડિસેમ્બર અને ૩૦ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી ૨૦૨૪ વચ્ચે હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. EDનું કહેવું છે કે વારંવાર મોકલવામાં આવી રહેલા સમન્સ છતાં હેમંત સોરેન હાજર ના થતા તપાસમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-