Sunday, Sep 14, 2025

પૂછપરછ માટે દિલ્હીના પરિવહન મંત્રીને EDનો સમન્સ

2 Min Read

દારૂ કૌભાંડ મામલે દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ત્યારે હવે મળતી માહિતી મુજબ, ED દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું છે. EDએ આજે શનિવારે ​​કૈલાશ ગેહલોતને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં તપાસ એજન્સીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓની ધરપકડ કરી ચૂકી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, કૈલાશ ગેહલોતએ જૂથનો ભાગ હતો જેણે આ દારૂ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને આ ડ્રાફ્ટ દક્ષિણના ગ્રુપને લીક કરવામાં આવ્યો હતો.

નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત તે પેનલનો ભાગ હતા જેણે હવે રદ કરાયેલી દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ગેહલોતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.

AAP ના ત્રણ નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ આ કેસના આરોપો હેઠળ જેલમાં છે. AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા ૨૧ માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ૧ એપ્રિલ સુધી કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. સિસોદિયા એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થયા બાદ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના LG વી.કે. સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી હતી. આ પછી CBIએ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા, તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article