મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યની 288 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે પરંતુ બીજેપી એ વોટિંગના એક દિવસ પહેલા NCP (શરદચંદ્ર પવાર) સાંસદ સુપ્રિયા સુલે અને કોંગ્રેસ નેતા નાના પટોલે પર બિટકોઈન કૌંભાંડનો આરોપ લગાવ્યો છે. આ મામલે પૂણેના પૂર્વ પોલીસ અધિકારીએ બંને નેતાઓ પર વિદેશી કરન્સીનો ઉપીયોગ કરવા માટે બિટકોઈનનો ઉપીયોગ કર્યાનો આરોપ લગાવ્યો છે.

ઈડીની ટીમે બિટકોઈન વિવાદ મામલે રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડો પાડ્યો છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ગઈકાલે બહુજન વિકાસ ઉઘાડીએ વિનોદ તાવડે વિરુદ્ધ ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ કર્યો હતો, તો બીજીતરફ ભાજપે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ યોજી ‘બિટકૉઈન કૌભાંડ’ મામલો ઉછાળી સુપ્રિયા સુલે અને નાના પટોલે પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ ઈડીએ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
બીજેપી દ્વારા લગાવેલા આરોપોને લઈ એક ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કથિત રીતે સુપ્રિયા સુલેનો અવાજ આવી રહ્યો છે. જોકે આજે બારામતીમાં મતદાન કર્યા બાદ સુપ્રિયા સુલેએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજેપીના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મંગળવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ આરોપોને લગાવ્યા અને કથિત પૂરાવા તરીકે કેટલાક કોલ રેકોર્ડિંગ અને વોટ્ટસ એપ ચેટના સ્ક્રિનશોટ પણ દેખાડ્યા હતા.
વિનોદ તાવડે પર ‘કેશ ફોર વોટ’નો આક્ષેપ લાગ્યા બાદ ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી મેદાનમાં આવ્યા હતા. તેમણે ગઈકાલે તાત્કાલિક બે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પ્રથમ કોન્ફરન્સ યોજી તાવડે સામેના આરોપોને અફવા ગણાવ્યા છે. જ્યારે બીજી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને સુપ્રિયા સુલે પર ગંભીર આક્ષેપો કરી પ્રશ્નોનો મારો કર્યો હતો.
આ પણ વાંચો :-