ED ગુજરાતમાં 23 સ્થળો પર દરોડા પાડી રહી છે. GST કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એક અઠવાડિયા પહેલા અમદાવાદની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે આ જ કેસમાં પત્રકાર સહિત કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનારમાં EDએ સુપર ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતના એક પત્રકાર સહિત અનેક આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ તપાસ હાથ ધરી છે.
GSTની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ્યમાં 14 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિતના સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટા પાયે દસ્તાવેજ મળ્યા હતા. આ દસ્તાવેજની તપાસ કરતા 200 કંપનીમાં કરોડો રૂપિયાનું GST કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી EDની પણ એન્ટ્રી થઇ છે. ED દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-