EDએ પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના ઘરે આજે દરોડા પાડ્યા છે. આપ નેતા મનીષ સિસોદિયાએ તેની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, સંજીવ અરોરા પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે.
મનીષ સિસોદિયાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, આજે ફરી મોદીજીએ પોતાના તોતા-મૈનાને ખુલ્લા છોડ્યા છે. આજે સવારથી EDના અધિકારીઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના ઘરે દરોડા પાડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેમણે અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડ્યા, મારા ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા. ક્યાંયથી કશું ન મળ્યું. પરંતુ તેમ છતાં પૂરી શિદ્દતથી મોદીજીની એજન્સીઓ એક બાદ એક ખોટા કેસ બનાવવામાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટીને તોડવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જશે. પરંતુ ગમે તેટલા પ્રયાસ કરી લો આમ આદમી પાર્ટી ના અટકશે, ના વેચાશે, ના ડરશે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પણ X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, હું કાયદાનું પાલન કરનાર નાગરિક છું. સર્ચ ઓપરેશનના કારણો અંગે મને ખબર નથી. એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપીશ અને એ સુનિશ્ચિત કરીશ કે તેમના તમામ સવાલોના જવાબ આપી શકું.
આ પણ વાંચો :-