ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા EDના એડિશનલ ડાયરેક્ટર આલોક કુમાર રંજન મોતને ભેટ્યા હતા. તેનો મૃતદેહ દિલ્હીમાં રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યો હતો. તેમના પર 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો, જેની તપાસ CBI કરી રહી હતી. CBIએ 7મી ઓગસ્ટે તેમની ધરપકડ કરી હતી.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, એક ફરિયાદીએ દાવો કર્યો છે કે સંદીપ સિંહે તેમના પુત્રની ધરપકડ ન કરવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સીબીઆઈએ 20 લાખની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરમાંથી સંદીપની ધરપકડ કરી હતી. ત્યારબાદ તે મુંબઈના એક જ્વેલર પાસેથી પૈસા લેતો હતો. EDએ જ્યારે આ જ્વેલર પર દરોડા પાડ્યા હતા ત્યારે સંદીપ ટીમનો ભાગ હતો.
FIRમાં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો. આ FIRમાં ED અધિકારી આલોક કુમાર રંજનનું નામ પણ હતું. બાદમાં સંદીપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી, EDએ CBIની FIR પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારથી આલોક કુમાર રંજન સામે તપાસ ચાલી રહી હતી.
આ પણ વાંચો :-