ભુજ તાલુકાના ખાવડા રણ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી જાણકારી પ્રમાણે સવારે 3.54 મિનિટે આંચકો અનુભવાયો હતો. ભુજના ખાવડા રણ વિસ્તારમાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાણકારી એવી પણ સામે આવી છે કે, ખાવડાથી 47 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. નોંધનીય છે કે, જમીનની ઊંડાઈ 13.2.અનુભવાઈ હતી.

ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જો કે આંચકાથી કોઈ નુકસાન થયાની વિગતો સામે આવી નથી. અગાઉ ખાવડામાં જાન્યુઆરી મહિનામાં આંચકો આવ્યો હતો. 26 મી જાન્યુઆરી, 2001 ના રોજ શુક્રવારના દિવસે બરાબર 08.45 ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસતાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો. ત્યારે અચાનક ધરા ધુ્જવા લાગી હતી. રિકટરસ્કેલ પર 06.09 ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધુ જ હતુ ન હતુ કરી નાખ્યુ હતુ.
- ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
આ પણ વાંચો :-