કચ્છના ભચાઉ નજીક આજે બપોરે 01:07 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ છે, જે હળવી ગણી શકાય તેવી હોય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી આશરે 11 કિમી દૂર નોંધાયું છે. અચાનક થયેલા આ ભૂકંપના આંચકાથી ભચાઉ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની વચ્ચે થોડો સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.
રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ
ભૂકંપનો આંચકો આવતા ઘણા રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. નોંધનીય છે કે, કચ્છ જિલ્લો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ગણાય છે. આ પહેલા પણ અહીં ઘણીવખત ભૂકંપના આંચકા અનુભવાતા રહ્યા છે. 2001ના વિનાશક ભૂકંપની યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે, જેના કારણે આ પ્રકારના આંચકા લોકોમાં ભય પેદા કરે છે. તાજેતરના આ આંચકા પછી લોકોમાં જાગૃતતા અને ચિંતાની લાગણી જોવા મળી છે. હાલમાં હાલત સંપૂર્ણ રીતે સામાન્ય છે.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
- ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.