મંગળવારે સવારે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ પડોશી વિશાખાપટ્ટનમ (વિઝાગ) જિલ્લામાં પણ અનુભવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી.
આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (APSDMA) ના જણાવ્યા અનુસાર, ભૂકંપ સાંજે 4:19 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. APSDMA ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ ખૂબ જ ઓછા સમય માટે અનુભવાયો હતો અને સદનસીબે, કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાનના અહેવાલ નથી.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
 - 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
 - 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
 - 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
 - 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
 - 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
 - 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
 - 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
 - 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય