ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.
હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી: સફીન હસન
ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું કે હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.