Monday, Dec 29, 2025

પીએમ મોદીના કાફલા દરમિયાન ધોરણ 10ની વિદ્યાર્થીની ટ્રાફિકમાં ફસાઈ, પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી

1 Min Read

સુરત શહેરમાં PM નરેન્દ્ર મોદીનો કોન્વે નીકળતા સર્કિટ ડાઉસ પાસે થોડીવાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેમાં પરીક્ષા આપવા જતી ધોરણ 10ની વિદ્યાર્થીની ફસાઈ ગયી હતી. જો કે, પોલીસના ધ્યાને આવતા વિદ્યાર્થીનીને તાત્કાલિક પોલીસની જ ગાડીમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીંબાયત વિસ્તારમાં કાર્યક્રમ બાદ સુરતના સર્કીટ હાઉસમાં રોકાણ કર્યું હતું અને આજે સવારે તેઓ સુરતથી નવસારી ખાતે કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. આ દરમ્યાન સર્કીટ હાઉસ પાસે પીએમ મોદીનો કાફલો નીકળ્યો હતો. ત્યારે ત્યાં થોડી વાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જ એક વિદ્યાર્થિની જે ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ ડાઉસ ચોકડી પાસે ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી.

આ ઘટના પોલીસના ધ્યાને આવી હતી અને તાત્કાલિક વિદ્યાર્થીનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને PMના કોનવે બાદ તાત્કાલિક પોલીસની ગાડીમાં જ વિદ્યાર્થીને ને પરીક્ષા સેન્ટર સુધી મોકલવા માટે પોલીસની ગાડીમાં જ લઈ જવાઈ હતી. વિદ્યાર્થિનીના આંખમાં આંસુ આવી ગયા હતા. રડતા-રડતા ઉભી હતી તે દરમિયાન પોલીસે તેમને PM નરેન્દ્ર મોદીના કાફલાની પાછળ એક મિનિટ પણ બગાડયા વગર વિદ્યાર્થિનીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પોલીસની જ ગાડી રવાના કરી દીધી હતી અને સમયસર વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી.

Share This Article