અમદાવાદમાં દારુડિયા બાદ હવે ચરસીઓ ધૂમ મચાવી રહ્યા હોય એવું લાગે છે. શહેરમાં આજે સોમવારે થયેલા એક અકસ્માત બાદ જે દૃશ્યો જોવાં મળી રહ્યાં છે તેનાથી સમાજની દશા અને દિશા કેટલી ચિંતાજનક છે તેનો અંદાજ આવી રહ્યો છે. શહેરના બોપલ-આંબલી રોડ પર આજે સોમવારે અકસ્માતની ઘટના બની હતી. રિપલ પંચાલ નામનો એક નબીરો વૈભવી કાર લઇને નીકળ્યો અને ટાટાના શો રૂમ પાસે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને અફરા-તફરી મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસર આજે વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.
અકસ્માતનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યા અનુસાર, તે ઓફિસ જઇ રહી હતી ત્યારે OD કારના ચાલકે ટક્કર મારી હતી અને ઢસડી હતી. ચાલક નશામાં હતો અને તેને કંઇ ભાન ન હતું. તે અકસ્માત કર્યા બાદ કારમાં બેઠાં બેઠાં સિગારેટ પી રહ્યો હતો. આ નબીરાએ ફરીવાર કાર ચલાવી અને ટાટા મોટર્સના શો રૂમ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી. આ નબીરાએ હેરિયર કાર અને એક ટેમ્પોને ટક્કર મારી હતી આ ટેમ્પો અન્ય કાર સાથે અથડાયો હતો. બાદમાં OD કારે એક નેક્સન કારને પણ ટક્કર મારી હતી અને ડિવાઇડર સાથે અથડાઈને ઓડી કાર ઊભી રહી ગઇ હતી.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર બેફામ કાર હંકાવનાર નબીરાનું નામ રીપલ પંચાલ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે તે નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જયા બાદ તેણે ગાડીમાં બેસીને સિગરેટ પીધી હતી એટલું જ નહી લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો તો તે સ્પ્રે છાંટતો હતો. કારથી સ્પીડ 100થી વધુ હતી અને તેણે લગભગ 5 થી સાત વાહનો ટક્કર મારી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. અકસ્માત બાદ રીપલ પંચાલને પોલીસ લઇ ગઇ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :-