Wednesday, Nov 5, 2025

સુરતમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, રોજના લાખોનું નશાકાંડ ચલાવતો ગુનેગાર ઝડપાયો

2 Min Read

સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું લાખોનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીને આધારે પકડી પાડયો છે. ડ્રગ્સ માફિયા પાસેથી રુપિયા 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણના 16 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી.

બાતમીના આધારે રેડ પાડીરેડ દરમિયાન SOG ના સ્ટાફને 2 લોડેડ પિસ્તોલ મળી આવી હતી. ડ્રગ્સ માફિયા શીવા ઉર્ફે શિવરાજ ભુપેન્દ્ર ઝાલાને એસઓજીએ દબોચી લીધો હતો અને હવે ધરપકડની કાર્યવાહી કરી છે. શીવા તેના ઘરમાં ટીવીમાં કેમેરાની લાઇવ ફીડ જોતો હતો. આ માફિયા માત્ર ધોરણ-3 સુધી જ ભણેલો છે. SOG ની PI સહિત 27 માણસોની ટીમ 20 બાઇક પર પંચશીલનગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો.

ઝૂંપડપટ્ટીમાં 3 માળનો બંગલો હતો

શીવાએ ઝૂંપડાઓને વચ્ચે 3 માળનો આલિશાન બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધા જોવા મળી હતી. માફિયાને પોલીસ મોબાઇલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો. જેથી ડ્રગ્સ માફીયાએ પંટરો સાથે વોકિટોકીથી વાત કરતા હતા. આરોપીના ઘર પાસે ભાઠેના બ્રીજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝુંપડપટ્ટીનો વિસ્તાર હતો. ડ્રગ્સ માફીયાએ તેના પન્ટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા. જો કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકિટોકીથી એકબીજાને જાણ કરતા હતા. ડ્રગ્સ લેવા આવનાર લોકોને ‘કપડે લેને આયા હૈ…’એવો કોડવર્ડ આપ્યો હતો. આવું બોલે તો જ ડ્રગ્સ આપવામાં આવતું હતું.

આવી રીતે કરતો હતો વેચાણ

એસઓજીના 27 પોલીસકર્મીઓએ માફિયાને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલા જ પકડી પાડ્યો હતો. પંચશીલ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની-મોટી મુશ્કેલી વખતે મદદ પણ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો હતો. એસઓજીએ આરોપીના ઘરનું ડીવીઆર પણ કબજે લીધું છે. જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો ડ્રગ્સના આ ધંધામાં કોણ-કોણ સામેલ અને ડ્રગ્સ લેવા માટે કોણ-કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે એમ છે.

Share This Article