પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિહના આજે સવારે 11.45 કલાકે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે થશે. ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે તેમના સ્મારક બનાવવા માટે સરકાર રાજી થઈ ગઈ છે. માત્ર જગ્યા શોધવા માટે થોડો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે 11.45 કલાકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે.
એઆઈસીસી ખાતેથી હવેથી પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઇ ચૂકી છે. ત્યાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. તેમની અંતિમ વિધિમાં વડાપ્રધાન મોદી પણ જોડાશે.
આ પણ વાંચો :-