ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવાર, તા. 26 ડિસેમ્બર, 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું.

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અખંડ ભારતના પંજાબ પ્રાંત (હાલ પાકિસ્તાન) ના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પાસ કર્યું અને યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. 1962 માં, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના નફીલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં D.Phil પૂર્ણ કર્યું. તેમણે જીનીવામાં મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1971માં ડૉ. સિંહ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા અને 1972માં તેઓ નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા હતા.
જ્યારે વિદેશમાં પીએચડી કર્યા બાદ તેમને ડોક્ટરની પદવી મળી હતી. આ પછી મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. વિદ્યાર્થીઓ તેમને શિક્ષક તરીકે ખૂબ પસંદ કરતા. તમને જણાવી દઈએ કે તેઓ જીનીવામાં સાઉથ કમિશનમાં સેક્રેટરી જનરલ તરીકે પણ નિયુક્ત થયા હતા. મનમોહન સિંહ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર અને 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. આ પછી, તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પણ રહ્યા.
તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 1993 માં વિયેનામાં કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ અને માનવ અધિકારો પર વિશ્વ પરિષદ માટે સાયપ્રસમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. 1972માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા. પછીના વર્ષોમાં, તેમણે આયોજન પંચના ઉપાધ્યક્ષ, વડા પ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
1991માં મનમોહન સિંહ આસામના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. આ પછી તેઓ વર્ષ 1995, 2001, 2007 અને 2013 માં ફરીથી રાજ્યસભાના સાંસદ રહ્યા. જ્યારે ભાજપ 1998 થી 2004 સુધી સત્તામાં હતું ત્યારે મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા. 1999માં તેઓ દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડ્યા હતા પરંતુ જીત્યા ન હતા. 2004માં કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2009માં કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને ફરી એકવાર ડો.સિંઘને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
મનમોહન સિંહને ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ (1987), જવાહરલાલ નહેરુ બર્થ સેંટેનરી એવોર્ડ ઓફ ધ ઈન્ડિયન સાઈન્સ કોંગ્રેસ (1995), વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન (1993 અને 1994) માટે એશિયા મની એવોર્ડ, વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન માટે યુરો મની એવોર્ડ (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એડમ સ્મિથ પુરસ્કાર (1956), અને સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પ્રાઈઝ સામેલ છે. ડો. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ તરફથી માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે.
ડો. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ ત્રણ પુત્રીઓના પિતા છે. તેઓ 1991માં દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે, તે સમયે નરસિમ્હા રાવની સરકાર હતી. નિષ્ણાતોના મતે, ડો.મનમોહને દેશમાં આર્થિક સુધારામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે બજેટ રજૂ કરતી વખતે તેમને વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેણે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત અને વેગ આપ્યો હતો અને આ જાહેરાતોને કારણે દેશમાં વેપાર નીતિ, ઔદ્યોગિક લાઈસન્સિંગ અને બેંકિંગ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હતી.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		