આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ ૨૨ જુલાઇએ પૂર્ણ થશે, જાણો નવા રાજ્યપાલ કોણ બનશે ?

Share this story

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ ૨૨મી જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત માટે નવા રાજ્યપાલની તલાશ શરૂ કરી દીધી છે. આચાર્ય દેવવ્રત ૨૨મી જુલાઇ ૨૦૧૯માં રાજ્યપાલ તરીકે આરૂઢ થયા હતા. રાજ્યપાલ મળ્યાં છે પરંતુ તે પૈકી છ રાજ્યપાલ કાર્યકરી પદ પર રહ્યાં હતા જેમાં પીએન ભગવતી ૧૯૬૯ અને ૧૯૭૩ એમ બે વખત કાર્યકારી પદે રહ્યાં હતા.

check out profile of Gujarats new governor acharya dev vrat who influenced by Arya Samaj | ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આર્યસમાજથી પ્રભાવિત, બાળપણનું નામ સુભાષ | Divya Bhaskar

ગુજરાતને ૧લી મે ૧૯૬૯માં પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ ઝંગ પ્રાપ્ત થયા હતા. તેમણે પાંચ વર્ષ સુધી આ પદ ભોગવ્યું હતું. તેમના પછી આવેલા નિત્યાનંદ કાનુનગોએ પાંચ વર્ષ પુરાં કર્યા ન હતા. ગુજરાતમાં યુપીએ સરકારમાં ડો. કમલા બેનિવાલએ પાંચ વર્ષ પૂરાં કર્યા પછી કાર્યકારી રાજ્યપાલ તરીકે માર્ગારેટ આલ્વાને મૂકવામાં આવ્યા હતા પરંતુ ત્યારપછી કેન્દ્રમાં એનડીએની સરકાર આવતાં રાજ્યપાલ તરીકે ઓમપ્રકાશ કોહલીની વરણી થઈ હતી.

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સંભવતઃ એકાદ મહિનામાં વિવિધ રાજ્યોમાં રાજ્યપાલોની નિયુક્તિ થાય તો ગુજરાતમાંથી ભાજપના એકાદ નેતાને તક મળી શકે એમ છે. મધ્યપ્રદેશ ખાતે ગુજરાતના મંગુભાઈ પટેલ જુલાઈ-૨૦૨૧થી રાજ્યપાલ છે. આચાર્ય દેવવ્રત ૪ વર્ષ હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા. જુલાઈ-૨૦૧૯થી ગુજરાતમાં છે. સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત શુભેચ્છા મુલાકાત હોવાનું રાજભવન તરફથી પ્રસારિત યાદીમાં કહેવાયુ છે. જો કે, આગામી ત્રણ સપ્તાહમાં તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોવાથી ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ થાય છે તેને લઈને દિલ્હીથી શરૂ કરીને દેશભરના રાજભવનોમાં અટકળો તેજ થઈ રહી છે.

આ પણ વાંચો :-