Monday, Dec 22, 2025

આંતરડામાંથી 8 સે.મી.ની ચમચી કાઢી, ડૉક્ટરોએ માત્ર 30 મિનિટમાં કર્યું સફળ ઓપરેશન

1 Min Read

ઉત્તર દિલ્હીમાં એક મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પ્રારભિક તપાસ પછી દર્દીને ફોર્ટિસ શાલીમાર બાગ ઇમરજન્સી વિભાગમાં રીફર કરવામાં આવ્યો. દર્દીના પેટમાં ભારે દુ:ખાવો થતો હતો અને ખાવાનું ન પચવાની ફરિયાદ હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડૉકટરોએ તરત જ એક્સ-રે અને ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ કરી. તેમા ખબર પડી કે દર્દીના પેટમાં નાના આંતરડાના ઉપરના ભાગમાં 8 સેન્ટિમીટરની ધાતુની ચમચી ફસાઈ હતી.

ડોક્ટરોએ સુઝબુઝથી 30 વર્ષના યુવકના આંતરડામાં ફસાયેલી 8 સેન્ટીમીટરની ધાતુની ચમચી ફક્ત 30 મિનિટની એન્ડોસ્કોપીની પ્રોસેસથી કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. આ મામલો મેડિકલ ઇમરજન્સીનું બેસ્ટ એક્ઝામ્પલ છે, તેમા ડૉક્ટરોની કુશળતાએ દર્દીને નવજીવન આપ્યું.

ફોર્ટિસ હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજીના એચઓડી તેમજ સીનિયર ડાયરેક્ટર ડો. રમેશ ગર્ગે જણાવ્યું હતું કે આ એક અસામાન્ય અને પડકારજનક કેસ હતો. ચમચી જેવી ધાતુવાળી વસ્તુ આંતરડામાં ફસાય તે ખતરનાક છે. તે આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે અથવા ગંભીર ઇન્ફેકશનનું કારણ બની શકે છે. આ પ્રક્રિયા પછી દર્દીને 24 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો. તેની હાલત સ્થિર છે. હાલ તેને ડિસ્ચાર્જ કરી દેવાયો છે.

આ પ્રક્રિયામાં એક એન્ડોસ્કોપના ઉપયોગથી કેમેરા અને લાઇટ લગાવાયા હતા. સર્જિકલ ટીમે ફોરસેપની મદદથી સાવધાનીપૂર્વક આંતરડામાંથી ચમચી કાઢી હતી. આ દરમિયાન દર્દીના કોઈપણ આંતરિક હિસ્સાને નુકસાન થયું ન હતું. ફક્ત 30 જ મિનિટમાં આ ઓપરેશન પૂરુ કરી દેવાયું.

Share This Article